યશનો મુગટ !!
તા. ૨૬-૧૨-૨૦૧૭ના રોજ જ્ઞાનસત્ર-૧૧ના પ્રાત: સત્રમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી મૂર્તિસુખનો અનુભવનો પ્રવાહ રેલાવી રહ્યા હતા.
“ગુરુજી, આપની કથામાં બહુ સુખ આવે છે. ગુરુજી, આપ કથામાં જગતસુખથી અમને પાછા વાળો છો !” હરિભક્તે કહ્યું.
“દયાળુ, અમે નહિ, મહારાજ જ પાછા વાળે છે ! મહારાજ કથા કરે છે અને એમની વાતોમાં સુખ આવે... વળી,”
“ગુરુજી, આપ જ પાછા વાળો છો !” પ્રેમીભક્તે આગ્રહપૂર્વક કહ્યું.
“દયાળુ, અમે નહિ મહારાજ જ કથા કરે છે અને એ જ પાછા વાળે છે !” ગુરુજીએ કહ્યું.
“ગુરુજી, આપ જ !” છતાં પ્રેમાધીન થઈ હરિભક્તે આગ્રહ ચાલુ રાખ્યો.
“સ્વામીની કંઈ તાકાત નથી... મહારાજ વાત કરે છે અને એ જ પાછા વાળે છે... રાજી રહેજો. આવો મિથ્યા આરોપ અમારા શિરે ન મૂકશો... મહારાજ જ પાછા વાળે છે !”
કેવું નિર્લેપ સ્વરૂપ છે !! યશનો મુગટ હંમેશાં ગુરુજીએ શ્રીહરિ અને ગુરુદેવના શિરે જ શોભાવી છે.