તા. 20-2-2018 ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી દુબઈ એરપોર્ટ પર પધાર્યા. અહીં બે કલાકના વિશ્રામ દરમ્યાન પૂ. સંતોએ પ્રાર્થના કરી,

“દયાળુ, આપને અવરભાવમાં ખૂબ કસર જણાય છે. આથી આપને અવરભાવમાં થોડો સ્ટૅમિના રહે તે માટે થોડું પ્રવાહી લો તો સારું.”

અવરભાવમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય નાદુરસ્ત થતું હતું. આથી પૂ. સંતોની પ્રાર્થના સ્વીકારી,

“સંતો, મહારાજની આજ્ઞા છે એટલે પ્રથમ સ્નાન કરીશું; પછી જ કંઈક લિક્વિડ લઈશું. માટે સ્નાન કરવાની વ્યવસ્થા થાય તો કરો...”

સંતોએ સ્નાનની વ્યવસ્થા ગોઠવી.

સ્નાનાદિક વિધિ પૂર્ણ કરી ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને જ્યારે લિક્વિડ આપ્યું ત્યારે તેઓ બોલ્યા,

“ઠાકોરજી ક્યાં છે ? એમને ધરાવીએ...”

પૂ. સંતો ઠાકોરજીની મૂર્તિ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સમક્ષ લાવ્યા એટલે મહારાજને ધરાવીને પછી ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ લિક્વિડ ધરાવ્યું.

પળે પળે કેવું ઠાકોરજીનું મુખ્યપણું !!!