“મહારાજ, દયાળુ લો...”

“સ્વામી, આ બે જગમાં શું લાવ્યા ?”

“મહારાજ, એકમાં લીંબુ પાણી છે ને બીજામાં મોસંબીનું પાણી છે.”

“કેમ સ્વામી, મોસંબીનું પાણી આટલું બધું ?”

“મહારાજ, મોસંબી આવી હતી એટલે આપના માટે બનાવ્યું છે.”

“સ્વામી, બેમાંથી એક લઈએ તો ચાલે ને !”

“ના દયાળુ, બંને લો ને !”

“લાવો સ્વામી, બંને આપો...”

“લો સ્વામી, તમારો સંકલ્પ પૂરો...” એમ કહીને બંને પાણી ભેગું કરી નાખ્યું.

“અરે દયાળુ...”

“સ્વામી, માંહી જઈને બે ભેગા જ થઈ જવાના છે તેથી શરીરરચનાને સરળતા રહે તે માટે પ્રથમથી જ ભેગા કરી દીધા...”

“પણ મહારાજ...”

આમ, ગુરુજીને એ સેવક સંત રોકે તે પહેલાં ગુરુજીએ બંને પાણી મિક્સ કરીને ધરાવી લીધું. આપણને શીખવવા કેટલું નિઃસ્વાદીપણું જણાવે છે !