કળિયુગમાં શ્રીહરિએ ધર્મ પાળવા સૂગ રાખી
એક દિવસ મહારાજ સભા કરી બિરાજમાન હતા.
તેવામાં એક ગુણભાવી ભક્ત આવ્યા. તેમણે આવી જોયું તો બાઈ-ભાઈની સભા જુદી જુદી હતી. આ જોઈ તેમણે કહ્યું,
“અહોહો ! આ બ્રહ્મમાં કોણે ભેદ પાડ્યો ?”
“ભગત, આ કોઈ નોખા બેસે તેવા નથી પણ હું એક સૂગવાળો આવ્યો છું તે મારી સૂગ સૌને ચડી ગઈ છે. મહાપ્રભુ પ્રસન્ન થકા બોલ્યા.
“પ્રભુ, આ કળિયુગમાં આવા ધર્મ પાળવા અને પળાવવા એ કોઈથી થાય નહીં. માટે આપને ધન્ય છે.”
આમ, તેઓ બોલતાં બોલતાં મહારાજને ચરણસ્પર્શ કરી ચાલ્યા ગયા.