ઠાકોરજીનું જતન કરીએ.
પૂ. સંતોને પધરામણીમાં જવાની ઉતાવળ હતી. તેથી વ્હાલા હરિકૃષ્ણ મહારાજને લીલી દ્રાક્ષ સાંજે ઠાકોરજી ઉત્થાપન દરમ્યાન ધરાવતા હતા. તે સમયે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી મહારાજનાં દર્શન કરવા પધાર્યા.
થાળમાં દ્રાક્ષના ચાર-પાંચ દાણા ખરાબ હતા. તરત જ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ થાળ ધરાવતા પહેલાં તે દાણા લઈ લીધા ને કહ્યું,
“સંતો ! મહારાજને જેટલા સાચવીશું એટલા મહારાજ આપણને સાચવશે... મહારાજ પ્રગટ છે. ખરાબ દાણા આપણે ન જમાડીએ તો મહારાજને તો ધરાવાય જ કેમ..?”
આમ, ગુરુજીએ શ્રીહરિની સેવાના કસરરહિત પાઠ શીખવ્યા.