મને સેવા કરવા દો
એક દિવસ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પત્તર સાફ કરી હસ્તમાં પોતાં લીધાં.
પૂ. સંતોએ જે જગ્યાએ જમાડ્યું હતું ત્યાં પોતાં કરવા પધાર્યા.
એક પૂ. સંત આ દૃશ્ય જોઈ ગયા અને બોલ્યા,
“ગુરુજી, આપનાથી આમ પોતાં ન કરાય, આપને ન શોભે.”
“કેમ ? અમો સેવક છીએ !
“ગુરુજી, રહેવા દો. અમો આટલા બધા સંતો છીએ, આપને આ સેવા ન કરવાની હોય.”
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ તેઓને સેવા કરવાની રીત શીખવતાં કહ્યું,
“સ્વામી, સેવા કરે તે સંત કહેવાય. હું સંત છું; મને સેવા કરવા દો.”
આમ, સર્વે સંતોની પ્રાર્થનાનો સંપૂર્ણપણે અસ્વીકાર કરી છેલ્લે સુધી પોતાં કરવાની સેવા કરતા જ રહ્યા… કરતા જ રહ્યા... આવા છે આપણા ગુરુજી.