રજોગુણ જરિયે ન ભાસે
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનમાં રજોગુણ લેશમાત્ર જોવા ન મળે.
તેઓ જ્યારે પૂર્વાશ્રમમાં તરુણવયે હતા ત્યારે પણ આ જ વાતને અતિ મહત્ત્વ આપતા.
પોતે પહેરવેશમાં સાવ સાદાં વસ્ત્રો પહેરતાં.
એમને કદીયે કોઈ પ્રકારનો ઠાઠ ગમતો જ નહીં.
સાવ સામાન્ય કે સાવ સાદું જ એમને ખૂબ રુચતું.
ક્યારેક સ્વજીવનની સ્મૃતિ કરતાં તેઓ પૂ. સંતોને કહેતા :
“અમે નાના હતા ત્યારે અમારો એક સહસાથી નવાં કપડાં પહેરી અમને બતાવવા આવ્યો.
અમે તો તેને આવો સજેલો-ધજેલો જોઈ બોલી ઊઠ્યા : ‘દેહને શણગારવામાં કોઈ સાર નથી. એ ક્યાં ભેળો આવવાનો છે ?’
અમને સાદગી જ ખૂબ ગમે પણ રજોગુણનો ભપકો અને ઝાકમઝોળ જરાય ન ગમે.”
આમ, સહજ સહજમાં ગુરુદેવ બાપજી સાદગીની રુચિ પ્રદર્શિત કરી દેતા.