જોવા જેવી તો એક મૂર્તિ છે
એક ભવ્ય શિખરબંધ મંદિરને જોઈ એક હરિભક્તે ગુરુજીને પ્રાર્થના કરી,
“ગુરુજી, આપણે પણ આવું મંદિર બંધાવીએ તો..!”
ત્યારે જે દિવ્યપુરુષની દૃષ્ટિ સ્થાવર મંદિર પર નહિ, જંગમ મંદિરો પર છે તેવા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પોતાનો હૃદયગત અભિપ્રાય આપતાં તે હરિભક્તને કહ્યું,
“આવાં ભવ્ય મંદિરો કરવામાં અમારી રુચિ નથી. કારણ, અમને નક્કી છે કે, એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા આજે કે ભવિષ્યમાં આવાં મંદિરો, આવી ભવ્ય બિલ્ડિંગો નથી બનાવવાની. આપણે તો હાલતાં-ચાલતાં ભવ્ય મંદિરો (ચૈતન્ય મંદિરો) રચવાના છે. આપણી સંસ્થા એ માટે રચાયેલી છે. આ હેતુને આપણે સૌએ આજે ને ભવિષ્યમાં સ્પષ્ટ રાખવો પડશે. નહિતર રસ્તો ફંટાતા વાર નહિ લાગે. ”
આમ, આવા પરભાવી સિદ્ધાંતો અને આદર્શતાના સાક્ષાત્ સ્વરૂપ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના જીવનદર્શનને નિહાળતાં એ હરિભક્ત વંદી રહ્યા.