તા. ૧૧-૪-૨૦૧૭ ને મંગળવારના રોજ પૂનમ હોવાથી ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે પૂનમિયા સંતો-હરિભક્તોને લાભ આપવા પધારી રહ્યા હતા.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે પધાર્યા. એ સમયે સ્ટાફના મુક્તોની પ્રાત: સભા ચાલુ હતી. પ્રાત: સભામાં પ.ભ. શ્રી ચતુરભાઈ પટેલ લાભ આપી રહ્યા હતા.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તેઓને કથાવાર્તા કરતા જોઈ રાજી થયા પણ તેઓ પાસે વચનામૃત ન હતું.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ ચતુરભાઈને તરત ટકોર કરી,

“ચતુરબાપા, આપણા ગુરુ કોણ છે ? આપણે કોના શિષ્ય છીએ ? આપણી દરેક કથાવાર્તા વચનામૃત આધારિત જ હોવી જોઈએ. આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી વચનામૃતના આચાર્ય અને આપણે આમ જ કથા કરીએ; ન ચાલે.”

પોતે પરભાવનું સ્વરૂપ હોવા છતાં ગુરુદેવના તમામ સિદ્ધાંતો અને રુચિ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તો સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરી એનાં દર્શન કરાવે છે પણ હરિભક્ત સમાજને પણ એ માર્ગે આગળ વધારી રહ્યા છે.