પરભાવના સંબંધી
શ્રીજીમહારાજ વડતાલ બિરાજતા હોય ત્યારે રઘુવીરજી મહારાજને ત્યાં જમવા પધારતા.
રઘુવીરજી મહારાજનાં ધર્મપત્ની લાજ કાઢી મહારાજને પીરસતાં.
એટલે એક વખત મહારાજ બોલ્યા,
“લાજ કાઢો છો ત્યારે ધ્યાન કોનાં કરશો ?”
રઘુવીરજી મહારાજનાં ધર્મપત્ની આ સાંભળી રાજી થયાં.
ત્યારે મહારાજ ફરી બોલ્યા,
“સાંભળો, હું કોઈનો સસરો નથી. હું તો સર્વનો બાપુ છું.”
આમ, શ્રીજીમહારાજે આ લોકના સંબંધનો ભાવ ટળાવી નિજના પરભાવના સંબંધી કર્યા.