પૂ. સંતને પોટલાં મૂકવામાં મદદ કરી
વાસણા મંદિર ખાતે એક સંત ખુરશી પર ઊભા રહીને ભગવાં કપડાંનાં પોટલાં માળિયામાં મૂકતા હતા. તે સમયે ગુરુદેવ પ.પૂ. બાપજી સંત આશ્રમમાં પધાર્યા.
ત્યાં એક સંતને સેવા કરતા જોયા. તેઓ પોટલાં લઈને ખુરશી પર ચડીને માળિયામાં મૂકતા હતા. આ દૃશ્ય જોતાં જ ગુરુદેવ પ.પૂ. બાપજી તેમની પાસે પહોંચ્યા,
“સ્વામી, તમે ખુરશી પર ઊભા રહો; તમને પોટલાં આપી દઉં. તમારે નીચે ઊતરવું ન પડે.”
“બાપજી, આપ સેવા ન કરો. સેવક સેવા કરી લેશે. અને બહુ ઝાઝાં પોટલાં નથી.”
“સ્વામી, જે સેવા કરે એની ઉપર મહારાજ રાજી થાય. અમારે મહારાજને રાજી નહિ કરવા હોય ? અને તમે એકલા જ સેવા કરો છો. માટે સેવકને કરવા દો...”
ગુરુદેવ બાપજી કેવા સાહજિક સ્વરૂપ હતા જેમને પોતાની અવરભાવી મોટ્યપનો સહેજ પણ ભાર ન હતો.