દર્શનની રીત
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરી રહ્યા હતા. એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પૂછ્યું, “દયાળુ, મારે દર્શન કઈ રીતે કરવાં ?”
એક જ વાક્યમાં ઉત્તર આપતાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “પોતાપણાના ભાવ છોડી પ્રતિલોમભાવે દર્શન કરીએ તો સુખ આવે.”
દરેક આહ્નિક કે ક્રિયાને પરભાવી જ્ઞાન સાથે જોડી દેવાનો આ દિવ્યપુરુષનો કેટલો અદ્ભુત આગ્રહ !