સ્વામી, ચાલતા નહિ આ રથમાં બેસો. શ્રીજીમહારાજે સદ્. મુક્તાનંદ સ્વામીને કહ્યું.

“મહારાજ, આપ રથમાં પધારો. અમે સંતો-ભક્તો આપના રથની સાથે સાથે આવીએ છીએ.” સદ્. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી.

“સ્વામી, આપ અમારા ગુરુ સમાન છો માટે તમે રથમાં પધારો અને સાથે દાદાખાચર પણ રથમાં બેસે અને હું તમારા રથનો સારથિ.”

“મહારાજ, આપ અમારા સારથિ બનો એ કેવું લાગે..! એ તો અશોભનીય છે. અમે તો તમારા આશ્રિત છીએ, દાસ છીએ દયાળુ.”

છતાં મહારાજે બંનેને આગ્રહ કરીને રથમાં બેસાડ્યા.

મહારાજે એક માસ સુધી નારાયણ ઘાટે સદ્. મુક્તાનંદ સ્વામી અને દાદાખાચરને રથમાં બેસાડી પોતે સારથિ બની રથ હાંક્યો હતો.

આમ, મહારાજ દાસાનુદાસ થવાની અનેરી લીલા કરી, અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ હોવા છતાં પોતે સ્વયં સંતો-ભક્તોના રથના સારથિ બનતા.