શ્રીજીમહારાજે સારંગપુરના ૧૧મા વચનામૃતમાં કહ્યું છે કે, ।। નિરંજન: પરમં સામ્યમુપૈતિ ।। દ્વારા મહારાજે લટકની વાત કરી છે. પરમં સામ્યમુપૈતિ... સામ્યમુપતિ... અરે સામ્યમુપૈતિ... જે હોય તમારે રાજી રહેવું. અમે સંસ્કૃત ભણ્યા નથી એટલે અમને ન આવડે...

હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીની નિખાલસતાનાં જ્યાં આમ દર્શન કરી રહ્યા હતા ત્યાં તો ગુરુદેવ પ.પૂ. બાપજી ફરી બોલ્યા,

“સંસ્કૃતના શ્લોકો કેટલાકને ન આવડે તોપણ બોલે રાખે પણ અમે તો જેવું હોય તેવું કહી દઈએ કે અમને આવું ન આવડે, તમારે સૌએ રાજી રહેવું.”

આમ, આ સમયે હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીની નિર્દંભતાનાં દર્શને દિગ્મૂઢ બની રહ્યા.