સ્વામિનારાયણ ધામથી સેન્ટર વિચરણમાં જતી વખતે.

“દયાળુ, નવા સ્લીપર ધારણ કરો.” પૂ. સેવક સંતે ગુરુજીને પ્રાર્થના કરી.

“કેમ ? અમારા જૂના સ્લીપર ક્યાં ગયા ?” ગુરુજીએ સંતને પૂછ્યું.

“દયાળુ, આપના સ્લીપરની પટ્ટી તૂટવા આવી છે. ખાડા પડી ગયા છે. વળી, સ્લીપરના સોલ તો સાવ ઘસાઈ ગયા છે. માટે હવે આ નવા ધારણ કરો ને દયાળુ.” પૂ. સંતે ગુરુજીને ખૂબ પ્રાર્થના કરી.

“દયાળુ, જૂના સ્લીપર હજુ સાવ નાખી દેવાય તેવા નથી થયા. એ પહેરીને અમે કાંઈ પડી જવાના નથી. વળી અમારા પગ પણ દાઝતા નથી, નથી કાંટા-કાંકરાય વાગતા. અમને કાંઈ તકલીફ પડતી નથી તો શા માટે નવા સ્લીપર પહેરવા ? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જૂના જ ચલાવીશું. આ બધા છતના ચાળા ન કરાય. મહારાજ રાજી ન થાય.”

અંતે પૂ. સંતોએ જૂના સ્લીપર આપ્યા તે ધારણ કરી ગુરુજી વિચરણમાં પધાર્યા.

એસ.એમ.વી.એસ.નો હરિભક્ત સમાજ ગુરુમહિમાથી રસતરબોળ છે. જેઓ ગુરુજીના એક વચને લાખોની સેવા કરે પરંતુ ગુરુજી ઠાકોરજીના એક પૈસાનો પણ સહેજ દુર્વ્યય ન થાય તે માટે સ્વયં વર્તે અને સમગ્ર સંત સમાજને સ્વવર્તન દ્વારા કરકસરના પાઠ શીખવે છે.