જાવ, અત્યારે જ શહેરાથી સ્લીપર લઈ આવો.
‘અરેરે... આટલા ધોમધખતા તાપમાં આ બાળમુક્તો અડવાણા પગે !! તેમના પગ કેટલા દાઝતા હશે !!’
બોરીયાવી વિચરણ દરમ્યાન ગુરુજી સંગે બાળમુક્તો અડવાણા પગે પધરામણીમાં ફરતા હતા. તે જોઈ ગુરુજીના મુખેથી ઉપરોક્ત દુ:ખનાં વચનો સરી પડ્યાં.
“દયાળુ, આ બધા તો ટેવાઈ ગયા હોય. આમ જ ખુલ્લા પગે જ ફરતા હોય.” હરિભક્તે ગુરુજીની વાત સહજતાથી લીધી.
“ના, મહારાજના મુક્તો છે, એમને આપણે સ્લીપર આપવા છે. જાવ, તમે શહેરા જાવ અને સ્લીપર ખરીદી લાવો.”
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પોતાના હસ્તે બધા બાળમુક્તોને સ્લીપર પહેરાવ્યા ત્યારે તેઓના અંતરે હાશ થઈ.
આમ, અન્યના દુ:ખમાં પીગળી જનાર અતિ દયાળુ સ્વરૂપ એટલે આપણા વ્હાલા ગુરુજી.