“મુનિસ્વામી, સમર્થ પુરુષ... સ્વતંત્ર પુરુષ... એમની દિવ્યતા... અલૌકિક... અજબ...” ગુરુદેવ પ.પૂ. બાપજીએ સદ્. મુનિસ્વામીનો મહિમા ગાયો.

“અરે બાપજી, આપ ક્યાં ઓછા છો ? આપ પણ એમના જેવા જ છો !!!” રાજુભાઈ મહિમાથી બોલ્યા.

ત્યાં તો ગુરુમહિમાથી સભર ગુરુદેવ પ.પૂ. બાપજી બોલ્યા : “આપણે તો એમનાં રૂવાડાં જેવા પણ નથી”

સ્વયં સમર્થ હોવા છતાં પોતાના ગુરુમાં કેવા લીન થઈને વર્ત્યા છે ? જેથી સાહજિકતાથી નાના પ્રસંગોમાં પણ ગુરુદેવ બાપજીનું હૈયું ગુરુ મહિમાથી છલકાઈ જતું.