એક વખત એક હરિભક્તે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી પૂછ્યું, “ગુરુજી, એક નવું ગાડીનું મૉડલ આવ્યું છે તો ખરીદીએ ?”

ગુરુજીએ પૂછ્યું, “તમારા ઘરમાં કેટલા સભ્યો છે ?”

“દીકરો, એક દીકરી અને અમે બે.” હરિભક્તે કહ્યું.

“અને ગાડી કેટલી ?”

“ચાર દયાળુ.” હરિભક્તે શરમાતાં કહ્યું.

“દરેકની જુદી ગાડી છે તો હવે નવી શા માટે ખરીદવાની ? તમારી પાસે પણ જે દ્રવ્ય છે તે ઠાકોરજીનું જ છે તો શા માટે જરૂર વગર નવી ગાડી ખરીદવી ?” ગુરુજીના કરકસરનાં વચન સાંભળી હરિભક્તે કહ્યું, “ભલે.”

આમ, હરિભક્તને પણ કરકસરના આદર્શ પાઠ વ્હાલા ગુરુજી સમયોચિત શીખવતા હોય છે.