સામાન્ય વસ્તુ પણ બાપજી પૂછ્યા વિના લેતા નથી
તા. ૧૯-૧૨-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મુક્ષુક્ષુ બૅચના મુક્તોને રાજીપો આપવા સ્વામિનારાયણ ધામ પધાર્યા હતા.
રાજીપાદર્શન બાદ પૂ. સંત સાકર લઈને આવ્યા : “બાપજી, આ સાકર પ્રસાદીની કરી આશીર્વાદ આપો !”
ગુરુદેવ પ.પૂ. બાપજીએ સાકર પર હસ્ત મૂકી આશીર્વાદ આપ્યા, “આ સાકર જે જમાડશે તેને મહારાજ છતે દેહે નિર્વાસનિક કરી દેશે...”
ત્યાં તો જયજયકાર થયો.
થોડી વાર બાદ ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સેવક સંતને પૂછ્યું, “સ્વામી, અમે બે દાણા સાકર લઈએ ?” વાહ ! ગુરુદેવ વાહ ! સંસ્થાના ગુરુપદે હોવા છતાં નાની એવી વસ્તુ પણ પૂછ્યા વિના સ્વીકારી નહીં.