પૂ. સંતોના અપરાધની માફી માગી
તા. ૧૫-૩-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે STKમાં પૂ. સંતો તથા સમર્પિત મુક્તોને લાભ આપતા હતા.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ સભામાં રહેલા પૂ. સંતોને પ્રશ્નોના ઉત્તર કરવા ઊભા કર્યા હતા. પ્રશ્નોની ચર્ચા લાંબી ચાલી એટલે સંતોને થોડી વાર ઊભા રહેવું પડ્યું. ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ દિલગીરતા અનુભવતાં કહ્યું, “સંતો, થાક લાગ્યો હશે...”
“ના, બાપજી...”
“સંતો, ઘણો સમય થયો પણ અમે તમને બેસવાનું કહ્યું નહીં. સંતો, રાજી રહેજો...”
“બાપજી, આપ રાજી રહેજો...”
“સંતો, આજે અમારાથી તમારો અપરાધ થઈ ગયો. અમારા પર રાજી રહેજો...”
“ના બાપજી, અમને થાક નથી લાગ્યો, અમે તો થોડી વાર જ ઊભા રહ્યા હતા...”
“સંતો, અપરાધથી બીતા રહેવું... તમે સૌ રાજી થજો...”
આહાહા... સ્વયં પરભાવી સ્વરૂપ હોવા છતાં પોતાના શિષ્યોના નાના સરખા અપરાધથી પણ કેવા સાવચેત રહે છે.