કીર્તનપ્રિય શ્રીહરિ
એક વખત મૂળજી બ્રહ્મચારીએ સવારે ચાર વાગ્યે અક્ષરઓરડીમાં મહારાજને શોધ્યા પણ તેઓ મળ્યા નહીં.
એટલે તેમણે મહારાજને બધે શોધ્યા.
અંતે પૂનમિયા કૂવે મહારાજ કાળો ધાબળો ઓઢીને બેઠા હતા.
બ્રહ્મચારીને મહારાજનાં દર્શન થતાં આંખો ઠરી અને મહારાજ જોડે જઈ પૂછ્યું,
“મહારાજ, તમે અહીં કેમ બેઠા છો ? તમને સવારે ઢોલિયા ઉપર જોયા નહિ તેથી હું બહુ વ્યાકુળ થઈ ગયો.”
“એ તો અમે પેલા બે સાધુરામ સમી સાંજના કીર્તન બોલે છે તે સાંભળવા મધ્યરાત્રિથી અહીં બેઠા છીએ.” મહારાજે કહ્યું.
આમ, કીર્તનભક્તિ થાય ત્યાં મહારાજ આવીને બિરાજી જતા.