તા. 20-2-2018ના રોજ ભારતથી દુબઈ વિમાનયાત્રા દરમ્યાન પૂ. સંતોએ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી,

“દયાળુ, આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે. ડૉક્ટરોએ પણ આપને સમયે સમયે પ્રવાહી લેવાનું ખાસ સૂચવ્યું છે. વળી, ગુરુદેવ પ.પૂ. બાપજીએ પણ આપના સ્વાસ્થ્યને લીધે જે લેવું પડે તે લેવાની પરવાનગી આપી છે. માટે દયાળુ, લ્યો...”

“ના... મહારાજની આજ્ઞા લોપાય...”

“દયાળુ, ડૉક્ટરે આપને ઠાકોરજી જમાડવા અંગે પણ સૂચના આપી છે; નહિ તો આપનું સ્વાસ્થ્ય વધુ કથળશે. માટે આપ જળ ધરાવી લ્યો.”

“સ્વામી, મહારાજની આજ્ઞા જ્યાં સુધી પળશે ત્યાં સુધી તે પાળીશું. માટે આ અમારાથી નહિ બને...”

ગુરુજીએ નાદુરસ્ત સ્વાસ્થ્યમાં પણ કેવી ધર્મ-નિયમની દૃઢતા રાખી છે !