ગુરુજીએ હરિભક્તો પાસે કથા કરવાની રજા માગી
તા. ૫-૩-૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામના સમૈયામાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ ઘડિયાળ પર ગઈ. સભા પૂર્ણ થવાનો સમય થઈ ગયો હતો એટલે હરિભક્તોને કહ્યું, “સમય થઈ ગયો છે પણ આજે આપણે જે વિષય લઈને બેઠા છીએ એના સંદર્ભે એક વાત કરવી છે. પણ આપ સહુ હરિભક્તો ૫-૧૦ મિનિટ રજા આપો તો પ્રસંગ કહેવાય. મોડું થયું છે.” ત્યાં તો હરિભક્તો બોલ્યા, “દયાળુ, આપે રજા માગવાની ન હોય.” પોતે પરભાવનું સ્વરૂપ છે છતાંય અવરભાવના એકેય વિવેકને લેશમાત્ર ચૂકતા નથી.