ઈ.સ. ૨૦૧૦માં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી રવિવારે સવારે ઘાટલોડિયા મંદિરે પધાર્યા હતા.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ અમૃતકથાનો લાભ આપી સૌને સુખિયા કર્યા.

ત્યારબાદ દર્શન-આશીર્વાદ આપી વાસણા ખાતે પધારી રહ્યા હતા.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઘાટલોડિયા મંદિરમાંથી બહાર નીકળતાં સેવક સંતને રોકતાં કહ્યું,

“સ્વામી, આપણને અહીંથી ગાડી સુધી પહોંચતા કેટલો સમય થશે ?”

“બાપજી, બે મિનિટ જેટલો સમય થશે.”

“તો સ્વામી, આટલા સમયમાં આપણે ભજન કરીએ. શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે, વ્યર્થકાળ નિર્ગમવો નહીં. તો કરીશું ભજન ?”

“હા બાપજી...”

તરત સેવક સંતે ધૂન્ય શરૂ કરી.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંત સાથે ધૂન્ય ઝિલાવી બે મિનિટના અલ્પ સમયમાં ભજન કર્યું અને કરાવ્યું.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ ક્ષણ ક્ષણનો સદુપયોગ કરાવી અંતર્મુખી થવાનો હાથવગો ઉપાય જણાવ્યો.