તા. ૨૦-૨-૨૦૧૮ ને વહેલી સવારે ૩:૩૦ વાગ્યાનો સમય.

વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત મંડળે સહિત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી એરપોર્ટ જવા પધાર્યા.

ગાડીમાં બિરાજ્યા બાદ પાંચ મિનિટ થઈ હશે ત્યાં તરત કહ્યું, “સંતો, આપણે આજનું સમૂહગાન કરી લઈશું ? આ સમૂહગાન દરમ્યાન મહારાજનો આગ્રહ આપણા માટે શું છે તે પકડજો. માટે સમૂહગાન શરૂ કરીએ.”

બ્રહ્મ મુહૂર્ત હોય કે સવાર હોય, સંધ્યાકાળ હોય કે રાત્રિ હોય, દેશ હોય કે વિદેશ પરંતુ સ્વવિકાસનું સૌપ્રથમ પ્રાધાન્ય ગુરુજી પોતાના જીવનમાં દર્શાવે છે.