તા. ૧૯-૨-૨૦૧૮ અને મધ્યાહ્ ન સમય.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સેવક સંતને બોલાવી કહ્યું, “ગુરુદેવ પ.પૂ. બાપજી વિદેશ પધારતા હોય ત્યારે સૌ એરપોર્ટ પર વિદાય આપવા આવે પણ સેવક માટે જરૂર નહીં.”

પૂ. સંતે કહ્યું, “દયાળુ, બધાને આપનાં દર્શન થઈ જાય.”

ગુરુજીએ તરત કહ્યું, “ના દયાળુ, કોઈએ એરપોર્ટ પર ઊંઘ છોડી, તકલીફ લઈને ન આવવું. અમારા લીધે કોઈને તકલીફ ન પડવી જોઈએ.”

આ જ કારણથી ગુરુજીએ હરિભક્ત સમાજને એરપોર્ટ પર કેટલા વાગે પધારવાના છે તે અંગે સમય-સ્થાન ન જણાવવાની સ્પષ્ટ રુચિ દર્શાવી હતી.

જોયું, મુક્તો ગુરુજીને પોતાના કરતાં અન્યની કેવી ચિંતા ! અન્યના સ્થાને બેસવું એમના માટે સહજ છે.