મહારાજ સિવાય બીજે આકર્ષણ એ ઉપાસનાની કસર
ઈ.સ. ૨૦૧૪માં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સહિત અમેરિકા વિચરણ પૂર્ણ કરી ઇન્ડિયા પરત પધારતા હતા. ફ્લાઇટને વાર હતી તેથી એરપોર્ટ પર બેઠા હતા. ત્યાં આજુબાજુ ફૂલછોડ હતાં જેના પર મોટાં અને સારાં ફૂલ ઊગ્યાં હતાં. તે જોઈ ગુરુજી બોલ્યા, “જો આ સુંદર ફૂલો જોઈને તેની સુગંધ લેવાની ઇચ્છા થાય કે તેમાં આકર્ષણ થાય તો સમજવું હજુ આપણી ઉપાસનામાં ખામી છે.”
આ સાંભળી જોડેના હરિભક્તો બોલ્યા, “દયાળુ, ફૂલની ક્યાં ઉપાસના-ભક્તિ કરવાની છે તો ઉપાસનામાં ખામી કહેવાય ?”
ત્યારે ગુરુજીએ કહ્યું, “જો શ્રીજીમહારાજને અન્વય-વ્યતિરેકપણે યથાર્થ જાણ્યા હોય તો અન્વયના સંબંધવાળામાં ક્યાં ક્યાં આકર્ષણ રહે ? કોની મહત્તા રહે ?”
હરિભક્તોએ કહ્યું, “કોઈની ના રહે દયાળુ.”
ગુરુજીએ કહ્યું, “તો આ ફૂલ તો તળિયાની વસ્તુ છે. ભલે તેની ભજન-ભક્તિ નથી કરતા પણ આકર્ષણ તો થયું ને ! માટે મહારાજ સિવાય કોઈમાં આકર્ષણ એ ઉપાસના ફરી કહેવાય.”
આવી પરભાવની દૃઢતા કોણ કરાવી શકે !! જે પરભાવી સ્વરૂપ હોય તે જ...