ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો
“દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી. વળી, વિચરણમાં ખૂબ લાભ આપી સૌને બળિયા કર્યા છે તો હવે ફ્લાઇટમાં થોડી વાર આરામ કરો.” આફ્રિકા વિચરણ પૂર્ણ કરી દુબઈ જતાં પૂ. સંતોએ ગુરુજીને ફ્લાઇટમાં પ્રાર્થના કરી.
પૂ. સંતોની ખૂબ પ્રાર્થના પછી ગુરુજીએ હા ભણી તેથી ફ્લાઇટમાં સીટમાં પોઢી શકાય તેવી સંતોએ વ્યવસ્થા કરી.
ગુરુજી તેમાં પોઢ્યા. અચાનક સાંજના ૪:૩૦ વાગ્યે જાગી ગયા અને નેત્ર બંધ કરી કંઈક ગાવા લાગ્યા.
સેવક સંતે ગુરુજીની નજીક જઈ કાન દઈ સાંભળ્યું તો ગુરુજી સાયં પ્રાર્થના ‘મહાબળવંત માયા તમારી’ ગાઈ રહ્યા હતા. ત્યારબાદ ઓરડાનાં પદ ગાયાં, ત્યારબાદ કીર્તન સહ ધ્યાન કર્યું.
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી દેશમાં હોય કે વિદેશમાં ગમે તેવા વ્યસ્ત શિડ્યૂલમાં પણ આહ્ નિકમાં જરીયે ફેર ન પડવા દે.