તા. ૧૪-૫-૨૦૧૭ના દિને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ પરત પધાર્યા.

આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવું ગરણું જોયું.

તેઓ બાથરૂમનો ઉપયોગ કર્યા વગર જ બહાર આવી ગયા અને સેવક સંતને કહ્યું, “આ બાથરૂમમાં નવું ગરણું કેમ ? જૂનું ચાલે તેમ જ હતું. તો પછી નવું શા માટે ? જૂનું લઈ આવો પછી જ અમે બાથરૂમનો ઉપયોગ કરીશું.” એમ કહી ગુરુજી પૂ.સંતોના બાથરૂમ તરફ ગયા.

સેવક સંતે ગુરુજીનું આસન સાફ કરનાર સાધકમુક્તોને બોલાવી જૂનું ગરણું માગ્યું પણ સાધકમુક્તોએ જરી જવા આવેલું તેથી ફાડીને ડસ્ટબિનમાં નાખી દીધેલું. જે સેવક સંતે ડસ્ટબિનમાંથી કાઢી ગુરુજીને બતાવીને કહ્યું, “દયાળુ, રાજી રહેજો. આ ગરણું ફરી ઉપયોગમાં આવે તેમ નથી.”

ત્યારે ગુરુજીએ કહ્યું, “સ્વામી, આવી રીતે ગરણું ફેંકી દીધે કેમ ચાલશે ?”

આ રીતે ગુરુજીએ ગરણાં જેવી નાની બાબતમાં પણ કરકસર કરવાનો સંદેશ આપ્યો.