એક વખતે અક્ષરઓરડીમાં શ્રીજીમહારાજ બિરાજમાન હતા અને સદ્. બ્રહ્માનંદ સ્વામી દર્શને આવ્યા.

“તમે કેવા સત્સંગી થયા છો ?” શ્રીજીમહારાજે સદ્. બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું.

“અમે ખરેખરા સત્સંગી થયા છીએ.” બે હાથ જોડી સદ્. બ્રહ્માનંદ સ્વામી બોલ્યા.

“અમે અત્યારે શું કરતા હતા તે કહો ?” સદ્. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે પૂછ્યું.

“મહારાજ, એવા સત્સંગી અમે નથી થયા કે આપનાથી દૂર હોવા છતાં પણ આપની દિવ્ય ચેષ્ટાઓને દેખીએ.” સદ્. બ્રહ્માનંદ સ્વામી મહારાજની મૂર્તિમાં રસબસભાવે રહેનારા મુક્ત હોવા છતાં અજાણતા થકા બોલ્યા.

“સ્વામી, એવા અમારા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ તથા વશરામભાઈ તથા સચ્ચિદાનંદ સ્વામી તે છે; તે અમને ત્રણે અવસ્થામાં દેખે છે.”

આ સમયે સદ્. બ્રહ્માનંદ સ્વામી મહારાજની સુખાળી મૂર્તિને દિવ્યભાવે નીરખી રહ્યા.

આમ, મહારાજનો સંકલ્પ અહીં ઉદ્ઘોષિત થાય છે કે, મહારાજને મૂર્તિમાં રસબસભાવે થીજે એવા સત્સંગી વ્હાલા છે.