એક સમયને વિષે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સંત રસોડે ઠાકોરજી જમાડવા પધાર્યા. તે સમયે જોડે એક પૂ. સંત પણ જમાડવા બેઠા. ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું પત્તર પીરસાયું ત્યારે ગુરુજીએ જોડેના સંતને કહ્યું,

સ્વામી, મૂર્તિમાં રહીને જમાડજો હોં અને હા... જમાડવામાં કોઈ રાગ-દ્વેષ (દેહદૃષ્ટિ) થવા દેતા નહિ, મહારાજને જમતા કરવાના છે. ચાલો નક્કી કરીએ અને ખટકો રાખી, લટકમાં રહીને ઠાકોરજી જમાડીએ.”

“પોતે અખંડ મૂર્તિમાં રહે છે, સંકલ્પે શ્રીજી દેખાય રે...”

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી તો મૂર્તિના સુખમાં અખંડ લુબ્ધ છે પરંતુ પોતાના મિષે નિકટના સમાજને મૂર્તિરૂપ લટકે વર્તાવવાનો કેટલો આગ્રહ..!

જ્યાં સુધી ઠાકોરજી જમાડવાનું ચાલ્યું ત્યાં સુધી વારંવાર ગુરુજી તે સંતને આ વાતનું અનુસંધાન અપાવતા રહ્યા : “સ્વામી, તમે નથી જમતા ને ? મહારાજ જમાડે છે ને ?”

‘દેહ આપણું સ્વરૂપ નથી, મૂર્તિ જ આપણું સ્વરૂપ છે. આવી રીતે હરેક ક્રિયામાં પોતાના સંતો-ભક્તોને મૂર્તિ રૂપે વર્તવાની પ્રૅક્ટિકલ રીત શિખવાડતા જ રહે છે.

આમ, સૌને નિજ જેવા કરવાના આગ્રહી ગુરુજીને ધન્ય છે..!