વિવેકી સ્વરૂપ વ્હાલા ગુરુજી
વડોદરા જતા રસ્તામાંનું ટોલ બૂથ.
“ભાઈ, છૂટા પૈસા આપશો ?” ટોલ બૂથવાળા ભાઈએ ગુરુજીના ડ્રાઇવર મુક્તને કહ્યું.
ડ્રાઇવર મુક્તે ખિસ્સું ફંફોસીને કહ્યું, “ભાઈ નથી. તમારે જ સેટિંગ કરીને છૂટા આપવા પડશે.”
ટોલ બૂથવાળા ભાઈએ ગમે ત્યાંથી સેટિંગ કરી છૂટા પૈસા આપ્યા.
ડ્રાઇવર મુક્ત ગાડીનો કાચ બંધ કરી ગાડી ચલાવવા જતા હતા ત્યાં બાજુમાં બિરાજિત ગુરુજીએ ક્હ્યું, “ઊભી રાખો ગાડી. તે ભાઈએ તમને ગમે ત્યાંથી સેટિંગ કરીને છૂટા પૈસા આપ્યા તો તેઓને ‘Thank You’ કહી આભાર વ્યક્ત કરો.”
“અરે દયાળુ, એમણે એમની ફરજ પૂરી કરી તેમાં ‘Thank You’ શું કહેવાનું ?”
સભ્યતાના આગ્રહી ગુરુજી સ્વામીશ્રીએ ડ્રાઇવર મુક્તને કહ્યું, “ટોલ ટૅક્સવાળા ભાઈએ તેમની ફરજ પૂરી કરી છે તે નિ:શંક વાત છે. પરંતુ એમની સાથે સભ્યતાપૂર્ણ વ્યવહાર કરવો તે આપણી ફરજ છે. માટે કાચ નીચે ઉતારી ‘Thank You’ કહો.
ગુરુજીની આજ્ઞા થતાં ડ્રાઇવર મુક્તે ‘Thank You’ કહી ટોલ ટૅક્સવાળા ભાઈનો આભાર વ્યક્ત કર્યો. ગુરુજી કેવા પરભાવી સ્વરૂપ !! છતાં આવી સામાન્ય સભ્યતા જેવી બાબત પણ આપણા જીવનમાં દૃઢ કરાવવા તત્પર છે.