આવા રજોગુણી શર્ટ આપણાથી ન પહેરાય
એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ એના પર દૃષ્ટિ ન કરી.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમની સાથે પાંચ મિનિટ સત્સંગલક્ષી વાતો નીચી દૃષ્ટિએ કરી.
વાતો પૂર્ણ થતાં ગુરુદેવ પ.પૂ. બાપજી યુવકના શર્ટ તરફ આંગળી ચીંધતાં બોલ્યા : “આપણે સત્સંગી છીએ. આવાં રજોગુણી શર્ટ આપણાથી ન પહેરાય. આ આપણને ના શોભે.”
“તો શું કરું બાપજી ?”
“શર્ટ બદલી નાખવો પડે. અરે એટલું જ નહિ પણ આજ પછી આવા ભપકદાર રજોગુણી આંખે ચોંટે એવાં વસ્ત્રો નહિ પહેરવાં.”
એ યુવક દર્શન કરી તરત જ પોતાના ઘરે રવાના થયો.
પછી એ યુવક સાદા-શ્વેત વસ્ત્ર પહેરી ફરી ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યા.
ગુરુદેવ પ.પૂ. બાપજી એમને સાદાં વસ્ત્રો પહેરેલાં જોઈ ખૂબ રાજી થઈ ગયા ને બોલ્યા : “મહારાજને સાદાં ને શ્વેત જ વસ્ત્રો ગમે છે ને અમને પણ સાદાં ને શ્વેત જ વસ્ત્રો ગમે.”
ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાના સ્વજીવનમાં તો રજોગુણનો લેશ આવવા કે જણાવવા દેતા નથી. પરંતુ પોતાના જોગમાં આવનારમાં પણ રજોગુણનો લેશ રહેવા દેવા માગતા નથી.