મનન-પુનરાવર્તનથી બધું જ શક્ય છે
“દયાળુ, એક પ્રશ્ન પૂછું ? STKના એક મુક્તએ ગુરુજીને પૂછ્યું. “હા... હા... પૂછો.” ગુરુજીએ સહસા જ કહ્યું.
“દયાળુ, આપે આપની બાલ્યાવસ્થામાં જે કીર્તનો અને વચનામૃત મુખપાઠ કર્યાં હતાં તે હજુ પણ કેવી રીતે યાદ છે ? આપનાં દર્શન કર્યાં છે તો બહુધા કીર્તનો આપ મુખપાઠ જ ગાવ છો.”
ગુરુજીએ હસતાં હસતાં કહ્યું, “અમો પ્રાત: કાળે જાગીએ ત્યારથી પરવારીએ ત્યાં સુધી ને ધોતી ધારણ કરતા પણ સતત મુખપાઠ કરેલા કીર્તનોનું મનન-પુનરાવર્તન કરીએ છીએ. તેથી ભૂલાતાં નથી. તમો અત્યારે જે કીર્તનો-વચનામૃત મુખપાઠ કરો છો તે કાયમી યાદ રાખવા આ રીતે મનન-ચિંતનની ટેવ પાડશો તો તમને પણ યાદ રહેશે.”
આમ, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી થકી શીખવા મળેલ યાદ કરવાની અને રાખવાની રીતને સ્વયંના જીવનમાં અનુસરીએ.