વૉટરબૅગમાં પણ સાધુતા
તા. ૨૨-૨-૨૦૧૭ ને એકાદશીના રોજ સંત આશ્રમમાં બપોરે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી આસને એકાંતમાં પધારતા હતા. તે સમયે સેવક સંત એક નવી વૉટરબૅગમાં પાણી ભરતા હતા. તે જોઈ ગુરુજીએ સંતને પૂછ્યું, “સ્વામી, આ શું કરો છો ?”
“દયાળુ, આપને એકાંતમાં જળ ધરાવવા માટે વૉટરબૅગ ભરું છું.” પૂ. સંતે કહ્યું. થોડી ક્ષણ વૉટરબૅગ સમક્ષ દૃષ્ટિ કરી ગુરુજીએ કહ્યું,
“સ્વામી, આપણાથી આવી વૉટરબૅગ ન વપરાય. આ રજોગુણી વૉટરબૅગ છે. સાધુને આવું ન શોભે.”
ખરેખર આ વૉટરબૅગની બહારની દીવાલ પર સોનેરી કલર ચળકતો હતો. તે જોઈ ગુરુજીએ સંતને ટકોર કરી.
કેવી ઝળહળતી સાધુતા !!
ગુરુજીએ સંતોને પણ સહેજ રજોગુણી લાગતી સામાન્ય વૉટરબૅગ પણ રાખવા ન દીધી.