About Anadimukt

 

  • અનાદિમુક્તનો મહિમા
  • અનાદિમુક્ત એટલે શું ?
  • અનાદિમુક્ત કોણ છે ?
  • અનાદિમુક્ત શા માટે થવાનું ?
  • અનાદિમુક્ત કેવી રીતે થવાય ?
  • મૂર્તિનું સુખ એટલે શું ? અને તે સુખ કેવું છે?



Inspirational Quotes

“મોટાપુરુષને અતિશે નિષ્કામી, નિર્લોભી, નિઃસ્વાદી, નિર્માની, નિઃસ્નેહી સમજે તો પોતે પણ એ સર્વે વિકારોથી રહિત થઈ જાય ને પાકો હરિભક્ત થાય.તે પાકા હરિભક્તનું શું લક્ષણ છે તો સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષય તેનો જેમ દુઃખદાયક વસ્તુનો સહેજે અભાવ રહે છે, તેમ જેને સહેજે અભાવ રહે છે.”

- ગઢડા પ્રથમનું ૫૮મું વચનામૃત

"નિરંતર મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાથી ગમે તેવા કામાદિક શત્રુ બળિયા હોય તોપણ નાશ થઈ જાય છે."

- બાપાશ્રીની વાતો: 2/36

"આત્મનિષ્ઠા ને શ્રીજીમહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે."

- બાપાશ્રીની વાતો: ભાગ-1, વાર્તા-2

"હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ. પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું તેવી લટક શીખવી."

- બાપાશ્રીની વાતો: ભાગ-2, વાર્તા-48

“સત્પુરુષ મારું હૃદય છે, સત્પુરુષ મારો કંઠ છે, સત્પુરુષ મારાં નેત્ર છે. સત્પુરુષનો થોડો દ્રોહ થાય તોપણ મને કરોડો ધણો ડર લાગે છે. મારો અપરાધ કોઈ કોટિ વાર કરે તોપણ હું દુખાતો નથી, પરંતુ સત્પુરુષનો અલ્પ અપરાધ કરે તેના પર કરોડો ઘણો દુખાઈ જાઉં છું. હું તેને કદી માફ ન કરું. સત્પુરુષ માફ કરે તો ભલે. સત્પુરુષ માફ કરે તો જ તે અપરાધનું પાપ ટળે છે.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૫, તરંગ-૧૩

“મોટાપુરુષ હોય તેને વિષે જે જે જાતના દોષ પરઠે તે તે જાતના દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે.”

- સારંગપુરનું ૧૮મું વચનામૃત

“મોટાપુરુષનો જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ તેમ એની ભક્તિ વૃદ્ધિ પામતી જાય ને અતિશે જે મોટા હોય તેને જો અતિશે નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય.”

- ગઢડા પ્રથમનું ૫૮મું વચનામૃત

“સત્પુરુષ ચિંતામણિ સમાન હોય છે. તેની સમીપે જઈને મનુષ્ય, જેવું ચિંતવે તેવું તેને મળે છે. એ ચિંતામણિ એવી છે જે બધાનું ભલું ઇચ્છે છે. સત્પુરુષ કદી કોઈને દુ:ખી કરતા નથી.”

- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૨, તરંગ-૫૦

New Prasangs

View all
  • Published 18 Nov 2025

એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા આવ્યો. તેણે ચેક્ષ પૅટર્નનો ભપકાદાર શર્ટ પહેર્યો હતો. એ શર્ટનો રંગ આંખોને આંજી દેતો હતો. એટલે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પ્રથમ... Read More

  • Published 11 Nov 2025

“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ... Read More

  • Published 04 Nov 2025

શ્રીહરિ નિંગાળા મિયાંજીના ઘરને પાવન કરી આગળ રાયકા નીકળવા પધારતા હતા. તે વખતે અચાનક મિયાંજીને કંઈક યાદ આવતાં ઊભા થઈ ઘરમાં જઈ કાગળ અને કલમ લાવ્યા અને... Read More

Featured Prasangs

  • Published 18 Oct 2025

“બાપજી, આપ અત્યારે કેમ આટલી બધી પ્રતિકૂળતા વેઠો છો ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા અમે સંતો આપને આપની અવસ્થાને અનુકૂળ આવે એવી વ્યવસ્થા કરવા ઇચ્છીએ છીએ તોપણ... Read More

  • Published 11 Aug 2025

પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને... Read More

  • Published 25 Dec 2024

“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત... Read More

Characteristics of Anadimukt Satpurush

1

સર્વો૫રી ઉપાસના સમજાવે

ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩

2

અનાદિમુક્તની પ્રાપ્તિ કરાવે

સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧

3

પંચવર્તમાન ૫ળાવે

મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧

4

પંચવિષયમાંથી અનાસક્ત કરે

ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮